સારા-દિપિકા અને શ્રધ્ધાને સવારે શિર્ષાસન કરાવોઃ બાબા રામદેવ

0
97

મુંબઈ ,તા:27

બોલીવૂડમાં ચાલી રહેલા ડ્રગ્સ વિવાદમાં ટોચની અભિનેત્રીઓના નામ ઉછળ્યા છે.ગઈકાલે સારા અલી ખાન, દિપિકા અને શ્રધ્ધા કપૂરની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

હવે આ વિવાદમાં બાબા રામદેવે પણ ઝંપલાવ્યુ છે.બાબા રામદેવે કહ્યુ હતુ કે, બોલીવૂડમાં સારા અલી ખાન , દિપિકા પાદુકોણ અને શ્રધ્ધા કપૂરને સવારે ઉલટા લટકાવી દેવાની જરુર છે.મારો કહેવાનો અર્થ એ છે કે, આપડા જ દેશના આ બાળકો છે , તેમને ઉલટા લટકાવીને શિર્ષાસન કરાવવામાં આવે.સવારે જો યોગ કરશે તો નશો નહીં કરે.યોગ કરવો જરુરી છે.

બાબાએ કહ્યુ હતુ કે, તેમણે એવુ વિચારીને યોગ કરવો જોઈએ કે તેઓ માત્ર એક ઈન્ડસ્ટ્રીનુ નહી પણ દેશના સંસ્કારોનુ પ્રતિનિધિત્વ કરે છે.લાખો લોકો તેમને પોતાના રોલ મોડેલ માને છે ત્યારે તેમણે એવી કોઈ હરકત કરવી જોઈએ નહી. જેમણે ખોટુ કામ કર્યુ છે તેમને સજા પણ મળવી જોઈએ જેથી બીજા લોકો આ રસ્તા પર જવાની હિંમત ના કરે.તેમણે કહ્યુ હતુ કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકોને મેં યોગ શીખવાડ્યો છે.બોલીવૂડમાં હેમા માલિની એવા અભિનેત્રી છે જે નિયમિત રીતે યોગ કરે છે.યોગના કારણે લાખો લોકો નશામુક્ત થયા છે.ડ્રગ્સ એડિક્ટ પણ યોગ થકી નશો છોડી ચુક્યા છે.સવારે યોગ કરવાથી શરીરમાં સારા હોર્મોન્સ વધે છે.જેનાથી કોઈ નુકસાન થતુ નથી.